Contact Info

ડાયાબિટીક ફૂટ

ડાયાબિટીસના પગના અલ્સર સામાન્ય રીતે ડાયાબિટીસના નબળા નિયંત્રણને કારણે થાય છે. તેઓ મોટાભાગે તમારા પગના અંગૂઠા અને હીલ નીચે જોવા મળે છે. ડાયાબિટીસવાળા લોકોમાં અલ્સરની સૌથી સામાન્ય શરૂઆત શુષ્ક પગ, તિરાડો, પગની ખોડ ખાપણ, ઘસારો અને ચુસ્ત પગરખાંમાંથી દબાણ ના કરણે થાય છે. જો તમે આ કાળજી ના રાખો તો એક નાનો અલ્સર વધુ ગંભીર ઘામાં ફેરવાઈ શકે છે અને ચેપનું કારણ બની શકે છે. નબળા રક્ત પરિભ્રમણ અને પગની ચેતા નુકસાન પણ પગના અલ્સર તરફ દોરી શકે છે.

15% ડાયાબિટીસ લોકો તેમના જીવનકાળ દરમિયાન પગના અલ્સર વિકસાવે છે. આશરે 3-4% ડાયાબિટીસના દર્દીઓને પગના મોટા અલ્સર અને ચેપ થવાનું જોખમ રહેલું છે. 14-17% ડાયાબિટીસના દર્દીઓ (ન્યુરોપથી) ના દર્દી મા થાય છે.

પગના ચાંદા અટકાવી શકાય? ઘરે શું પગલાં લઈ શકાય?

પગના અલ્સરને રોકવા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે પગની સંભાળ સૌથી જરૂરી છે. આ સરળ પગલાં આપણા પગની સંભાળ રાખવામાં મદદ કરે છે.

  • પગની સ્વચ્છતા
  • દૈનિક નિરીક્ષણ
  • યોગ્ય ફૂટવેર

ડાયાબિટીક પગ સંબંધિત મોટાભાગની ગૂંચવણો (80%) આ અલ્સરની વહેલી તપાસ અને યોગ્ય સારવાર દ્વારા અટકાવી શકાય છે.

પ્રતિશાદ આપો

one + six =

X